સુરતમાં થોડા સમય પહેલા એક ચકચારી ઘટના બની હતી કે જેમાં ગ્રીષ્મા વેકરિયાની ખુલ્લેઆમ આરોપી ફેનીલ દ્વારા જીવ લેવામાં આવીયો હતો. જેનો ન્યાય મળે તે માટે કોર્ટ દ્વારા દલીલો ચાલી રહી હતી જેનો ચુકાદો ગઈકાલે આવી ગયો છે. ત્યારે કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તેવામાં વડોદરામાં ન થવાનું થયું અને વલસાડમાં ભેદી સંજોગોમાં મળેલી નવસારીની યુવતીના મૃતદેહના મામલે હજુ પણએ માતાના આંસુ સુકાયા નથી.
છેલ્લા છ મહિનાથી તે મામલે કેસ ઉકેલાતાં નહીં હોવાથી હતાશ થઇ ગયેલી માતા હર્ષ સંઘવીને ન્યાય માટે ફરી એકવાર ગુહાર લગાવી રહી છે. એમ એ મામલા વિશે વાત કરીએ તો 3જી નવેમ્બર 2021 ના રોજ વલસાડના ગુજરાત ક્વીનના ડબ્બામાંથી ભેદી સંજોગોમાં નવસારીની એક યુવતીની મૃતદેહ મળી આવ્યુ હતું.
જેને લઇને તપાસનો દોર શરૂ થઇ ગયો હતો અને વડોદરામાં યુવતી સાથે ન થવાનું પણ થયું હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. ત્યારે એ દીકરીની ન્યાય મળે તે માટે તેની માતા આરોપીને પકડવા માટે અપીલ કરી રહી હતી જેને હજુ પણ તેને ન્યાય નથી મળ્યો તે માટે તે હતાશ થઈ ગઈ છે.
આ ઘટના બની એ ના છ મહિના વીતી ગયા હોવા છતાં એ મામલે પોલીસને કોઈપણ નક્કર પુરાવા ન મળ્યા હોવાથી તેની માતા એ હર્ષ સંઘવીને મળીને વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડી એ માતાને ન્યાય મળે તે માટે અપીલ કરી હતી. એ માતાને હજુ સુધી તેની દીકરીનો ન્યાય ન મળતાં હતાશ થઈ ગઈ અને હર્ષ સંઘવીને ફરીથી અપીલ કરી છે.
ગ્રીષ્મા કેસ મામલે કોર્ટ દ્રારા ચુકાદો આવ્યો ત્યારે નવસારીની આ યુવતીની માતા પણ ચુકાદાથી ખુશ થઇ ગઇ હતી. પરંતુ એક બાજુ તેની દીકરી ના ન્યાય ન મળતાં દીકરીના આરોપીને પકડવાની અપીલ કરી રહી છે અને તેને પણ વહેલીમાં વહેલી તકે ન્યાય મળે અને આરોપીને પણ સજા ફટકારવામાં આવી તેવી ફરી એકવાર તે અપીલ કરી રહી છે.
આ કેસ મામલે વડોદરા એલસીબી સહિત એસટીએસ અને 15 થી વધુ ટીમો કામ કરી રહી હતી છતાં પણ કેસ આગળ આવ્યો ન હતો અને બીજી બાજુ જોવા જઈએ તો ગ્રીષ્મા નો કેસ જે ગતિએ ચાલ્યો તેજ ગતિએ આ માતાનો કેસ પણ વહેલી તકે પૂર્ણ થાય તેવી એ માતાની માંગે છે અને આરોપીને કડકમાં કડક સજા આપીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય તેવી એ દીકરીની માતાની માંગ છે અને જલ્દીથી જલ્દી આ દીકરીને પણ ન્યાય મળે તે માટે તેની માતા કોશિશ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment