પિતાએ પોતાની દીકરીનો જીવ લઇ લીધો અને ત્યારબાદ દીકરીના મૃતદેહ પાસે બેસી ગયો – જાણો શા માટે પિતાએ આ પગલું ભર્યું…

Published on: 4:39 pm, Fri, 6 May 22

હાલમાં બનેલી રુવાડા ઉભા કરી દેનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતાએ ધારદાર વસ્તુ વડે પોતાની દીકરીના ગળા પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો છે. દીકરીનો જીવ લીધા બાદ પિતા ભાગ્યા નહીં પરંતુ દીકરીના મૃતદેહ ની બાજુમાં બેસી ગયા.

ત્યારબાદ આ ઘટનાની જાણ ખેતરમાં કામ કરતા લોકો એ દીકરીની માતા અને ભાઈને કરી હતી. ત્યારબાદ દીકરીના માતા-પિતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, દીકરી ગામના એક યુવક સાથે પ્રેમસંબંધમાં બંધાયેલી હતી. ત્યારે ગામના કોઈ વ્યક્તિએ પિતાને જાણ કરી કે તેમની દીકરી પોતાના પ્રેમી સાથે ભાગી જવાની છે. જેને લઇને પિતા રોષે ભરાયા હતા. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે પોતાની દીકરીનો જીવ લઇ લીધો.

દીકરીનો જીવ લીધા બાદ પિતા દીકરીના મૃતદેહની બાજુમાં બેસી ગયા. મૃત્યુ પામેલી દીકરીનું નામ જ્યોતિ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. જ્યોતિનું ગામના એક યુવક સાથે અફેર હતું. આ સમગ્ર ઘટનાને લઇને આરોપી પિતાએ જણાવ્યું કે, દીકરી ના પ્રેમ પ્રકરણની માહિતી એક મહિના પહેલા જ મળી હતી.

મેં જ્યોતિને એ યુવક સાથે સબંધ પૂરા કરી દેવા માટે પણ કહ્યું હતું. પિતાએ આજરોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ પોતાની દીકરીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બની ત્યારે ઘરે કોઈ હાજર નથી. દીકરીની માતા અને તેનો ભાઈ ખેતરમાં ગયા હતા.

આ ઘટનાની જાણ થતા તેઓએ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાએ પોતાની દીકરીનો જીવ લઇ લીધો અને ત્યારબાદ દીકરીના મૃતદેહ પાસે બેસી ગયો – જાણો શા માટે પિતાએ આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*