દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહામારી ના સંકટ વચ્ચે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એક મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ એલાન કર્યું છે કે દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડ ધારકો છે અને આ તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રશનનઆપવામાં આવશે.
મહામારી ના સંકટ અને ઘણા દિવસોથી લાગુ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. આ સિવાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જેટલા પણ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકો છે.
આમને બધાને પાંચ પાંચ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. જે અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગયા અઠવાડિયે મજૂરોને પણ તે પ્રકારની મદદ આપવામાં આવી છે. લોકડાઉન ના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઊભું થયું છે.
ગયા અઠવાડિયે અમે મજૂરો ના ખાતા માં 5,000 રૂપિયાની રકમ નાખી હતી. અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે તે મહિના સુધી મફત માં આપવાનો અર્થ એ નથી.
કે લોકડાઉન બે મહિના સુધી ચાલશે અને અમે ઈચ્છીએ છીએ કે જેવી સ્થિતિ સુધરે કે તરત જ લોકડાઉન દૂર કરવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment