ગુજરાત રાજ્યમાં લોકડાઉન મુદ્દે આજે સાંજે થઈ શકે છે મોટી જાહેરાત, આજરોજ તેઓ કરશે પ્રેસ કોન્ફરન્સ

188

ગુજરાતમાં હાલ પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે આવા સમયે સરકાર પાસે આ મહામારીને નાથવા માટે હાથવગુ હથિયાર તરીકે હાલમાં તો ફક્ત લોકડાઉન એ જ એક માત્ર ઉપાય છે.

ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે. મુખ્યમંત્રી રૂપાણી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરશે કે ગુજરાત માં સંપૂર્ણ લોકડાઉન લગવવુ કે નહિ.

રાજ્યમાં વાઇરસના કેસ માં ઘટાડો થયો છે જોકે હજુ પણ પરિસ્થિતિ ગંભીર છે. રાજ્ય સરકાર 15 મે સુધી કરફયુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

વધુ સંક્રમણ ધરાવતા રાજ્યના 29 શહેરોમાં કરફ્યુ છે અને સરકાર કરફ્યુ ની તારીખમાં વધારો કરી શકે છે.ગુજરાત માં વાયરસ ના કેસમાં થઈ રહેલા.

ઘટાડાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહો છે. છેલ્લા 24 કલાકમાં વાયરસના 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ માં 26 અને રાજકોટમાં 16 સહિત કુલ 140 લોકોના મૃત્યુ થયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ કેસોનો આંક 6 લાખ ને પાર થઈ ને 6,07,422 થઈ ગયો છે.આ પૈકી એક લાખ માત્ર છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!