દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે 18 થી 45 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોને ડેટા કેન્દ્ર સરકારને આપી ને રસી ના ડોઝ ની માંગ કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18 થી 45 વર્ષ વચ્ચેના 92 લાખ લોકો છે. તમે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને નિર્દેશ આપો કે મે અને જુલાઈ મહિના સુધીમાં દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ દિલ્હીને સપ્લાય કરવામાં આવે.
તેમણે કહ્યું કે 18-45 વર્ષ અને 45 વર્ષ કરતા વધારે ઉંમર વાળા લોકોને ધ્યાનમાં રાખીને દિલ્હીને દર મહિને 83 લાખ વેક્સિન ડોઝની જરૂર પડશે. જેથી આવનારા ત્રણ મહિનામાં રસીકરણ પૂરું થઈ શકે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે અત્યારે એક લાખ રસીનો ડોઝ લગાવી રહ્યા છે, જેને વધારીને અમે ત્રણ લાખ કરવા જઈ રહ્યા છીએ. જેથી અમારી સમતા 90 લાખ ડોઝ પ્રતિમાસ લગાવવાની થઈ જશે.
આ સિવાય કેજરીવાલે પત્ર માં રસી ની કિંમત લઈને પણ પોતાની વાત રાખી છે. તેમને કહ્યું કે રસી ની કિંમત એક હોવી જોઈએ પછી તે કેન્દ્ર સરકાર ખરીદે તે રાજ્ય સરકાર કે પછી ખાનગી હોસ્પિટલ.
અત્યારની સ્થિતી પ્રમાણે વેક્સિન નિર્માતા ખાનગી હોસ્પિટલ ને પેલા રસી આપવામાં આવશે કારણ કે ખાનગી હોસ્પિટલમાં રસી આપવામાં ફાયદો વધારે છે. કારણ કે ખાનગી હોસ્પિટલ માં સરકાર ની સરખામણીમાં મોંઘો ડોઝ મળશે.
આ સિવાય અરવિંદ કેજરીવાલે કોવિન એપ માં સમસ્યા નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો તેમને કહ્યું કે એપ માં સમસ્યા આવી રહી છે. જેના કારણે લોકોનો સમય વ્યર્થ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment