મહામારી ના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, જાણો કેટલી થઈ કિંમત.

Published on: 9:27 am, Mon, 10 May 21

સરકારી તેલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજે ડીઝલની કિંમત 31 થી 35 પૈસા સુધી વધી છે તો પેટ્રોલની કિંમત પણ 23 થી 26 પૈસા સુધી વધી છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91.27 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 81.73 રૂપિયા પ્રતિ લીટર હતી.

ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.61 રૂપિયા તથા ડીઝલની કિંમત 88.82 પ્રતિ લીટર હતી. આજે દિલ્હી,કોલકાતા,મુંબઈ અને ચેન્નઈ માં એક લિટર પેટ્રોલ-ડીઝલની કિંમત આ પ્રમાણે હતી.

દિલ્હીમાં ડીઝલની કિંમત 82.06 અને પેટ્રોલ ની કિંમત 91.53 છે. મુંબઈમાં ડીઝલની કિંમત 89.17 અને પેટ્રોલની કિંમત 97.86 છે.

કોલકત્તામાં ડીઝલની કિંમત 84.90 અને પેટ્રોલની કિંમત 91.66 છે. ચેન્નઈમાં ડીઝલની કિંમત 86.96 અને પેટ્રોલની કિંમત 93.38 છે.

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થતો હોય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહામારી ના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, જાણો કેટલી થઈ કિંમત."

Leave a comment

Your email address will not be published.


*