વીર જવાનોની શહાદતનો સેનાએ લીધો બદલો,જમ્મુ કાશ્મીરમાં સેનાએ ત્રણ આતંકીઓના કર્યા ચખનાચૂર

Published on: 10:51 am, Tue, 12 October 21

મળતી માહિતી પ્રમાણે,શોપિયાંના તુલારાન વિસ્તારમાં એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું જ્યાં આ લોકોને એકરમાં ઘેરી લેવામાં આવ્યા હતા જ્યારે બીજુ શોપિયાંના ખુરીપેડા વિસ્તારમાં પણ ખેલાયો હતો.શોપિયાંમાં ઈમામસાહેબ વિસ્તારના તુલરાનમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકો દ્વારા ત્રણ આંતકીઓનું ચખનાચૂર કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે આ માહિતી આપી છે. પોલીસ અધિકારીએ માહિતી આપી કે સોમવારે સાંજે માહિતીના આધારે શોપિયાંમાં બે કામગીરી શરૂ કરવામાં આવી હતી.જમ્મુ અને કાશ્મીરના ડીજીપી સોમવારે કહ્યું હતું કે, વિશ્વસનીય માહિતીના આધારે શોપીયાંમાં ગત સાંજે બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે.

24 કલાકની અંદર આ ત્રીજુ અભિયાન હતું. કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘટનાઓ બન્યા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી છે.સોમવારે સાંજે એનકાઉન્ટર શરૂ થયું હતું જ્યારે કેટલાક આંતકીઓ શોપિયાંમાં હોવાની માહિતી મળી હતી.પોલીસ અને સુરક્ષા દળના જવાનોએ આ કાર્યવાહી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!