નવરાત્રિના નવલા નોરતા વચ્ચે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી,જાણો વિગતે

43

હાલમાં નવરાત્રિના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ચોમાસુ તેના અંતીમ તબકકામાં છે. ગુજરાતમાં ફરી મેઘરાજાનો મુકામ થઈ શકે છે અને આગામી બે દિવસ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે

અને હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બે દિવસ રાજ્યમાં ઘણા શહેરોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

ધો. 9 થી 12 ની પ્રથમ પરીક્ષા ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં પરીક્ષા મોફૂફ થઈ છે તેવા સમાચાર વહેતા થયા છે.જે શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ પરીક્ષા યોજાશે.

આ પરીક્ષા 18 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. જોકે આ પરીક્ષા મામલે સોશિયલ મીડિયામાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવી ખોટી અફવા ફેલાઈ હતી જેને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!