નાસ્તાની બાબતમાં ઝઘડો થતા, આરોપી પિતાએ ત્રણ દીકરીઓ, પત્ની અને વૃદ્ધ માતાનો જીવ લઈ લીધો… એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ…

Published on: 1:02 pm, Thu, 1 September 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ઉત્તરાખંડની રાજધાની દેહરાદુન ના ઋષિકેશમાં એક જ પરિવારના 5 સભ્યોનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

અહીં શાંતિનગરમાં રહેતા મહેશ તિવારીએ તેના આખા પરિવારના સભ્યોનો જીવ લઇ લીધો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી મહેશ તિવારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. વિસ્તૃતમાં વાત કરે તો રાણીપોખરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગાઘરમાં એક પરિવારના 5 સભ્યોનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આ ઘટનાના આરોપીને પકડી પાડ્યો હતો.

આરોપીનું નામ મહેશ તિવારી છે અને તે મૃતક પરિવારનો જ સભ્ય છે. આરોપી મહેશ તિવારીએ આ ઘટનાને લઈને કોઈ પણ માહિતી આપી નથી. પોલીસનું કહેવું છે કે માનસિક તણાવના કારણે આરોપી મહેશ તિવારીએ આ પગલું ભર્યું છે. જેની હાલમાં પૂછપરછ ચાલુ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, નાસ્તાને લઈને ઘરમાં ઝઘડો થઈ ગયો હતો. જેના કારણે મહેશ તિવારીએ આ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર મહેશ તિવારીએ માતા-પત્ની અને ત્રણ દીકરીઓનું જીવ લઈ લીધો છે. મહેશ તિવારીએ ધારદાર વસ્તુ વડે માતા પત્ની અને ત્રણ દીકરીઓના ગળાના ભાગે પ્રહાર કર્યા હતા.

જીવું લેનાર મહેશ તિવારી યુપીના બાંદ્રા જિલ્લાનો રહેવાસી છે. મહેશ એ તેની પત્ની તેની માતા અને ત્રણ દીકરીઓનો જીવ લઈ લીધો છે. આરોપી મહેશ એ ઘરનો દરવાજો બંધ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘરની અંદર પાંચ લોકોના મૃતદેહ જોયા ત્યારે પોલીસ પણ હજ મચી ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાસ્તાની બાબતમાં ઝઘડો થતા, આરોપી પિતાએ ત્રણ દીકરીઓ, પત્ની અને વૃદ્ધ માતાનો જીવ લઈ લીધો… એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*