મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. સોશિયલ મીડિયામાં અમુક એવા પણ વિડીયો વાયરલ થતા હોય છે કે, જે જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવી રહ્યો છે. મિત્રો ચોમાસાની મુસાફરી અમુક વખત ખૂબ જ ભયંકર બની જાય છે.
તમે ચોમાસાની સિઝનમાં વીજળી પડવાની ઘણી ઘટનાઓ સાંભળી હશે. ત્યારે હાલમાં વીજળી પડવાની ઘટનાનો એક વિડીયો સામે આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હાઇવે પર કેટલાક વાહનો જઈ રહ્યા છે ત્યારે અચાનક જ રોડ ઉપર વીજળી પડે છે.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અમેરિકાના ફ્લોરીડાનો છે.મળતી માહિતી અનુસાર એડવર્ડ વોલેન નામનો એક વ્યક્તિ એક જુલાઈ ના રોજ હાઇવે પર પોતાનો મીની ટ્રક લઈને ઘરે જઈ રહ્યો હોય છે.
રખમાં તેની સાથે તેના ત્રણ બાળકો પણ હોય છે. એડવર્ડની પત્ની મિશેલ ટ્રકની પાછળ કારમાં આવી રહી હતી. ત્યારે હાઇવે રોડ ઉપર અચાનક જ જોરદાર પવન સાથે વરસાદ પડવા લાગે છે. વરસાદ પડવાના કારણે વાતાવરણ ખૂબ જ સુંદર થઈ જાય છે. તેથી મિશેલે આ સુંદર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરવા લાગે છે.
આ દરમિયાન અચાનક જ રોડ પર વીજળી પડે છે. વીજળી પડવાના દ્રશ્યો મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ વીજળી એડવર્ડના ટ્રકની એક્ઝેટ આગળ જ પડી હતી. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.
LIGHTNING STRIKE CAUGHT ON VIDEO: On Friday, this lightning strike was so close to a #teamHCSO deputy driving on I-75, that it fried her work car!
Thankfully, no one was hurt.
Let this be a reminder, in a thunderstorm seek shelter. A house, business, or vehicle can save a life. pic.twitter.com/PileMcOCpe— HCSO (@HCSOSheriff) July 6, 2022
આ વિડીયો ટ્વીટર પર HCSOના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો હચમચી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment