પાર્ટીમાંથી પરત ફરતી વખતે 3 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, અચાનક થયું કંઈક એવું કે કાર પલટી ખાઈ ગઈ – 2 મિત્રોના કરુણ મૃત્યુ…

Published on: 1:58 pm, Sun, 10 July 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શનિવારના રોજ મોડી રાત્રે બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના ગોરખપુર-લખનઉ ફોર લાઇન હાઇવે પર બની હતી. મળતી માહિતી અનુસાર રાત્રે બે વાગ્યાની આસપાસ એક કાર રોડ પર પડેલા ઈંટોના ટુકડા સાથે અથડાઈ હતી.

તેથી કાર બે કાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર બે યુવકોના મૃત્યુ થયા હતા અને એક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમને આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી દીધી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને મૃતક યુવકના મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર અગ્રવાલ માર્બલ્સના ઓપરેટર પ્રમોદ અગ્રવાલનો દીકરો અંકિત અગ્રવાલ અને રામ મેડિકલ સ્ટોરના સંચાલક મહેશ અગ્રવાલનો દીકરો અભિષેક અગ્રવાલ ગીડાની રેસ્ટોરન્ટ માંથી પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની કાર રસ્તાની બાજુમાં પડેલા ઈંટના ટુકડાના ઢગલા પર ચડી ગઈ હતી.

કારની સ્પીડ વધુ હોવાના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં અંકિત અગ્રવાલ અને અભિષેક અગ્રવાલને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ત્રીજા યુવકની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાર્ટીમાંથી પરત ફરતી વખતે 3 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, અચાનક થયું કંઈક એવું કે કાર પલટી ખાઈ ગઈ – 2 મિત્રોના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*