ડીસા-થરાદ હાઇવે પર બસના ટાયરની નીચે માથું આવી જતા એક યુવકનું કારણ મૃત્યુ – યુવકના મૃત્યુના કારણે રબારી સમાજમાં માતમ છવાઈ ગયું…

Published on: 2:12 pm, Sun, 10 July 22

ગુજરાતમાં થોડાક દિવસો પહેલા એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં બસની નીચે માથું આવી જવાના કારણે એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગત રવિવારના રોજ મોડી સાંજે બની હતી. ડીસા તાલુકાના જોરાપુરા નજીક રવિવારના રોજ મોદી સાંજે બાઈક પર ડીસા તરફ એક યુવક આવી રહ્યો હતો.

આ દરમિયાન અચાનક તે બાઈક પરથી નીચે પડી ગયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી બસના ટાયર નીચે તેનું માથું આવી ગયું હતું. જેના કારણે યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

તેઓએ આ ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને કરી હતી. ડીસા તાલુકા પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ખાંભલ્યા (રબારી)નું કરુણ મૃત્યુ નીપજ્યું છે. પ્રવીણભાઈ લાખણી તાલુકાના કાતરવા ગામના રહેવાસી હતા. ગત રવિવારના રોજ પ્રવીણભાઈ સાંજના સમયે પોતાની GJ 21 BF 6517 નંબરની બાઈક ઉપર ડીસા તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન ડીસા-થરાદ હાઇવે પર અચાનક બળદ ગાડું સામે આવતા પ્રવીણભાઈ પોતાની બાઇક ધીમી કરી હતી. પરંતુ બાઈક ધીમી કરતા પ્રવીણભાઈ અચાનક બાઈક પરથી નીચે પડી ગયા હતા. ત્યારે થરાદ તરફથી આવતી બસના ટાયર નીચે પ્રવીણભાઈ નું માથું આવી ગયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રવીણભાઈ ને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રવીણભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા પ્રવીણભાઈના પરિવારજનો ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

પ્રવીણભાઈના મૃત્યુના કારણે રબારી સમાજ સહિત પ્રવીણભાઈના મિત્ર મંડળમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પ્રવીણભાઈના નાનાભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડીસા-થરાદ હાઇવે પર બસના ટાયરની નીચે માથું આવી જતા એક યુવકનું કારણ મૃત્યુ – યુવકના મૃત્યુના કારણે રબારી સમાજમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*