સુરત શહેરમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય રીતે મોત થતા ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો છે. હાલમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબોએ સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ યુવકના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જેલી એન્કલેવમાં રહેતો પ્રશાંત બારોલીયા નામનો યુવક કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. થોડાક દિવસ પહેલા તે કેનેડાથી સુરત આવ્યો હતો. ગઈકાલે તે પોતાના મિત્રો સાથે સવારના સમયે ક્રિકેટ રમવા માટે ગયો હતો.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ક્રિકેટ રમીને પ્રશાંત જ્યારે ઘરે પરત આવ્યો ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. જેના કારણે પરિવારના લોકો પ્રશાંતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં ખાનગી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રશાંતની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રશાંતનું મૃત્યુ થતા જ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પ્રશાંતનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
રહસ્યમય રીતે દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મૃત્યુનો સાચું કારણ જાણવા માટે હાલમાં સ્મીમેરના ફોરેન્સિક મેડિસન વિભાગના તબીબોએ જરૂરી સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરી મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ પ્રશાંતના મૃત્યુનો સાચું કારણ જાણી શકાશે. 15 ફેબ્રુઆરીના રોજ આવી જ એક ઘટના રાજકોટમાં પણ બની હતી.
જ્યાં મિત્રો સાથે ક્રિકેટ રમીને ઘરે પરત ફરતી વખતે એક યુવક અચાનક જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક 108 ની મદદ થી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment