મહાદેવના અનોખા ભક્ત..! ગોધરામાં શિવરાત્રીના દિવસે રાત્રે શિવભકતે શરીર પર ભસ્મ લગાવીને કર્યા લગ્ન, યુવકની જાનમાં જોડાયા સાધુ-સંતો… જુઓ લગ્નની ખાસ તસવીરો…

Published on: 11:29 am, Sun, 19 February 23

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. પરિવારના સભ્યો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન અનોખા અને લોકો વચ્ચે યાદગાર રહે તે માટે કંઈકને કંઈક અલગ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવવાના છીએ તેવા લગ્ન તમે પહેલા જીવનમાં ક્યારેય નહીં જોયા હોય. ગોધરામાં શિવરાત્રીના દિવસે મહાદેવના ભક્તે પોતાના અનોખા લગ્ન કર્યા છે.

આ યુવકના અનોખા લગ્ન અને તેની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે શિવરાત્રીના પાવન દિવસે ભગવાન શિવ શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજાતો નથી. પરંતુ ગોધરાના રહેવાસી રિષભ પટેલ નામના યુવકે પોતાના લગ્નનું શિવરાત્રીના દિવસે ભવ્ય આયોજન કરીને પોતાની શિવભક્તિને અનોખી રીતે ઉજાગર કરી છે.

આ યુવકના લગ્નની ચર્ચાઓ હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે રિષભ પટેલનો વરઘોડો શિવ વેશભૂષા સાથે નીકળ્યો હતો. રિષભ પટેલ લગ્નના દિવસે પોતાના શરીર પર ભસ્મ લગાવીને લગ્ન કર્યા હતા. આટલો જ નહીં પરંતુ લગ્ન વિધિ પણ અંકલેશ્વર મહાદેવ મંદિરમાં જ સંપન કરી હતી.

ગોધરા સમાજમાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ વર્ષોથી શિવ ભક્તિમાં લઈને છે. અન્ય યુવકોની જીવનશૈલી કરતા રિષભ પટેલની જીવનશૈલી જરાક અલગ છે. તે પોતાના લાંબા વાળ અને દાઢી સાથે કપાળમાં તિલક લગાવેલા કાયમ માટે જોવા મળતા હોય છે. રિષભ પટેલે પોતાના પરિવારના સભ્યોને શિવરાત્રીના દિવસે રાત્રે લગ્ન કરવાનું જણાવ્યું હતું.

રિષભ પટેલના લગ્ન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે થયા હતા. શિવરાત્રીના દિવસે સંધ્યાના સમયે રિષભ પટેલનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઢોલ નગારા સાથે ગોધરા શહેરમાં રિષભ પટેલનો અનોખો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રિષભ પટેલ નો વરઘોડો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

મિત્રો વરઘોડામાં રિષભ પટેલે પોતાના શરીર ઉપર ભસ્મ લગાવી હતી અને શિવ વેશભુષા સાથે હાથમાં ત્રિશૂળ ધારણ કરીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે વરઘોડામાં સાધુ સંતો પણ જોડાયા હતા. એના કારણે ગોધરા શહેરમાં રિષભ પટેલનો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહાદેવના અનોખા ભક્ત..! ગોધરામાં શિવરાત્રીના દિવસે રાત્રે શિવભકતે શરીર પર ભસ્મ લગાવીને કર્યા લગ્ન, યુવકની જાનમાં જોડાયા સાધુ-સંતો… જુઓ લગ્નની ખાસ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*