મિત્રો છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. આવી ઘટનાના તમે ઘણા વિડીયો પણ જોયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી એક ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે ક્રિકેટ રમતી વખતે નહીં પરંતુ બેડમિન્ટન રમતી વખતે અચાનક જ ખેલાડીનું કરુણ મૃત્યુ થયું છે.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બેડમિન્ટન રમતી વખતે અચાનક જ એક ખેલાડીને હાર્ટ એટેક આવ્યું હતું અને તેનું કરુણ મૃત્યુ થયું હતું. વાયરલ થઈ રહેલો વિડિયો હૈદરાબાદના સિકંદરબાદના લાલપેટમાંથી સામે આવી રહ્યો છે.
મૃત્યુ પામેલા ખેલાડીનું નામ શ્યામ યાદવ હતુ અને તેની ઉંમર 38 વર્ષની હતી. શ્યામ યાદવ બેડમિન્ટન કોર્ટ પરથી સુતેલી હાલતમાં જોવા મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને શ્યામ યાદવના પરિવારજનોએ જણાવ્યું કે, શ્યામ દરરોજ ઓફિસેથી પરત આવ્યા બાદ બેડમિન્ટન રમવા માટે જતો હતો.
મંગળવારના રોજ સાંજના સમયે આ ઘટના બની હતી. આ ઘટનામાં બેડમિન્ટન રમતી વખતે યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું અને તેનું ઘટના સ્થળે જ કારણ મૃત્યુ થયું હતું. શ્યામ યાદવનું મૃત્યુ થતાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યુવકના મોતનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે એક યુવક જમીન પર પડેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આસપાસ અન્ય ઘણા લોકો તેની પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે અને એક વ્યક્તિ તે નાક ઉપર હાથ ફેરવીને શ્વાસ લે છે કે નહીં તે ચેક કરી રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો મંગળવારના રોજ લગભગ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બેડમિન્ટન રમતી વખતે અચાનક જ શ્યામને હાર્ટ એટેક આવ્યો હતો.
જેના કારણે તે બેભાન થઈને જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ તેના સાથીદારો તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે શ્યામની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. શ્યામના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દીકરાનું મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment