મિત્રો સમાજમાં હવે દિવસેને દિવસે પાગલ પ્રેમીઓ દ્વારા દીકરીઓને બ્લેકમેલિંગ, હેરાન કરવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. તમને બધાને ખબર હશે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરતના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઈ લીધો હતો. ત્યારે તાજેતરમાં બનેલો તેઓ જે કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનામાં ગારીયાધારના ઠસા ગામમાં 27 વર્ષની રવિના કાનાણી નામની યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દીકરીના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, દીકરીને જીવ ટૂંકાવા માટે મજબૂર કરવામાં આવી હતી.
દીકરીના પિતા રામજીભાઈ કાનાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, મારે બે દીકરીઓ હતી, એમાંથી એક દીકરી વહી ગઈ અને હવે એક દીકરી વધી. મારી દીકરી એ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. તે ઘરકામ અને ખેતી કામ કરતી હતી. જ્યારે મારી દીકરીને હેરાન કરનાર સચિન વોરા ગામના પૂર્વ સરપંચનો દીકરો હતો. દીકરીને ફસાવીને ફોટા પડાવી લીધા હતા અને બધાને હેરાન કરતો, ઘરના સભ્યોને પણ પરેશાન કરતો હતો.
તે મારી દીકરીને ધમકીઓ આપીને બ્લેકમેલ કરતો હતો. રામજીભાઈ કાનાની એ વધુમાં જણાવ્યું કે હું સચિન વોરા ના પિતાને વારંવાર કહેતો કે તમારા દીકરાને સમજાવો. થોડાક સમય સુધી તો તે બંધ થઈ ગયો હતો, પરંતુ થોડાક સમય બાદ તે ફરી મારી દીકરીને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. સચિન વોરાના પિતાને ફોન કર્યો ત્યારે તેને કહ્યું કે મારા દીકરાનું જે કરવું હોય તે કરી નાખજો.
પરંતુ રૂબરૂ મળે ત્યારે કહેતા હતા કે મારા દીકરાને કોઈ કાંઈ કરે તો તેની ખબર પાડી દઉં. ફોન ઉપર એવું કહેતા કે મારો દીકરો મારા કહેવામાં નથી તમારે કરવું હોય એ કરજો. મિત્રો તમને જણાવી દઈએ કે રવિના કાનાણીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પહેલા તેને સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે હું રવિના કાણાની લખું છું કે હું આ સુસાઇડ કરું ઇ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી.
સચિન વોરા મને હેરાન કરે છે એ હિસાબે કરું છું. મને અને મારા ઘરના લોકોને બ્લેકમેલ કરે છે. ફોટાથી બ્લેકમેલ કરતો અને મને ખરાબ ખરાબ મેસેજ કરતો અને ધમકીઓ આપતો હતો. આ ઉપરાંત દીકરી એ ઘણું બધું સુસાઇડ નોટમાં સચિન વોરા વિરુદ્ધ લખ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીના પિતાએ રડતા રડતા વાત કરતા જણાવ્યું હતું કે, સચિન વોરા નામનો યુવક છેલ્લા બે મહિનાથી મારી દીકરી રવિનાને આખી રાત સુવા દેતો ન હતો.
ફોન કરીને પરેશાન કરતો અને ગાળો લખીને ધમકીઓ આપતો હતો. હું આવો છો અને તેઓ છું. હું આમ કરી નાખીશ એમ કરી નાખીશ. દીકરી એ મને મેસેજ બતાવ્યો હતો કે જો આવી ગાળો લખે છે. આવાની વાત કરવા પણ આપણે રાજી નથી. હાલમાં આ કેસને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે આરોપી સચિન વોરા ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે સચિન વોરને કડકમાં કડક સજા મળશે કે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment