અમદાવાદમાં અટલબ્રિજ પરથી કૂદીને MBBSના વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુના 8 કલાક પહેલા સોશિયલ મીડિયા પર કંઈક એવી પોસ્ટ મૂકી કે…

Published on: 3:11 pm, Wed, 18 January 23

રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદ શહેરમાં બનેલી એક જીવ દુકવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરના અટલ બ્રિજ પરથી નદીમાં કૂદીને એક યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. લગભગ બે કલાકની લાંબી શોધખોળ બાદ યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ પારિતોષ મોદી છે. તે NHL મેડિકલ કોલેજના બીજા વર્ષમાં MBBSનો અભ્યાસ કરે છે. પારિતોષ મોદીએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

રાત્રિના સમયે તેને આ પગલું ભર્યું હતું. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.પારિતોષ મોદીએ સોશિયલ મીડિયામાં ફ્રીડમની પોસ્ટ મૂકી હતી અને તેના આઠ કલાક બાદ તેને સાબર નથી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે કોનાથી અને ક્યાંથી ફ્રીડમ મેળવવા માગતો હતો તેની હજુ સુધી કોઈ પણ માહિતી સામે આવી નથી.

પારિતોષ મોદીના આ પગલું ભરવાના કારણે તેના પરિવારના લોકો અને તેના મિત્રો પણ આઘાતમાં છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થોડાક સમય પહેલા જ અટલ બ્રિજ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

પહેલીવાર અટલબિજ પરથી નદીમાં કૂદીને જીવતું કરવાની ઘટના બની છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. બ્રિજ પર સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર હોવા છતાં પણ આ યુવક બ્રિજ પર લગાવેલી ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો તે પણ એક મોટો સવાલ છે.

પારિતોષ મોદીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પાછળનું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો યુવક મેડિકલનો સ્ટુડન્ટ હતો. અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ હતી. જેના કારણે પોલીસનો કડક બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજ પરથી જીવ ટુંકાવાની પહેલી ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં અટલબ્રિજ પરથી કૂદીને MBBSના વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુના 8 કલાક પહેલા સોશિયલ મીડિયા પર કંઈક એવી પોસ્ટ મૂકી કે…"

Leave a comment

Your email address will not be published.


*