વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેરમાં એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં અમદાવાદના 19 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ વર્સિલ પટેલ હતું.
વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયું હતું. અહીં તે એક રોડ એકસીડન્ટનો ભોગ બન્યો હતો. વર્સિલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સાથી મિત્રોમાં માતમ છવાઈ ગયું હતું. યુવકના પાર્થિવ દેહને કેનેડાથી ભારત લાવવા માટે 30,000 ડોલરનો ખર્ચો થાય છે. જેને લઈને મૃત્યુ પામેલા યુવકના મિત્રોએ ક્લાઉડ ફંડિંગ પણ શરૂ કરી દીધું છે.
અત્યાર સુધીમાં મિત્રોએ લગભગ 21000 જેટલા ડોલર ભેગા કરી નાખ્યા છે, હજુ પણ 9,000 ડોલરની જરૂર છે. એટલું જ નહીં પરંતુ મૃત્યુ પામેલા યુવકના મિત્રોએ સોશિયલ મીડિયા પર પણ દાન માટેની અપીલ કરી છે, જેના કારણે મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે.
આ સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને કેનેડાની પોલીસે એક કાર ડ્રાઇવરની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 21 જુલાઈ 2023 ના રોજ રાત્રે 10.15 વાગ્યાની આસપાસ એક રોડ એકસીડન્ટમાં વર્સિલનું મોત થયું હતું તેવું જાણવા મળી રહ્યું છે. વર્સિલના મોતના સમાચાર મળ્યા બાદ તેના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે યુવક એક રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક કાર્ય તેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે યુવકનું મૃત્યુ થયા બાદ તેના મિત્ર રાજન પટેલે gofundme નામની વેબસાઈટ ઉપર લખ્યું છે કે, વર્સિલના પરિવારને થોડુંક દાન આપશો તો તેમને ઘણો ટેકો મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment