બેકાબુ બનેલી ઝડપી કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત… ભાજપના નેતા સહિત ત્રણ યુવકોના કરુણ મોત…

Published on: 11:09 am, Mon, 24 July 23

રવિવારના રોજ મોડી રાત્રે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે અને બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની વાત કરીએ તો મોડી રાત્રે એક કાર અચાનક જ બેકાબુ બનીને ઝાડ સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

भाजपा नेता समेत तीन युवकों की मौत, दो गंभीर रूप से घायल | Three youths  including BJP leader killed, two seriously injured - Dainik Bhaskar

આ ઘટનામાં કારમાં સવાર બીજેપી નેતા સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ કારમાં સવાર પાંચેય લોકોને સ્થાનિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બે યુવકોને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત વધારે ગંભીર હતી તેથી તેમને વધુ સારવાર માટે લખનઉ મોકલી દેવામાં આવ્યા હતા. લખનઉ લઇ જતી વખતે રસ્તામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં અન્ય બે યુવકની સારવાર ચાલુ છે. મૃત્યુ પામેલા યુવકોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના ઉત્તરપ્રદેશના હરદોઈમાંથી સામે આવી રહી છે. પોલીસે મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતવાર વાત કરીએ તો બીજેપીના નેતા અરુણ ગુપ્તા તેમના ચાર લોકો સાથે કારમાં કાંઈક જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમની કાર અચાનક જ બેકાબૂ બની ગઈ હતી અને કાર એક ઝાડ સાથે જઈને અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતું કે કારમાં સવાર પાંચેયને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને મોત થયા છે. જેમાં અરુણ ગુપ્તા, ગોલુ ગુપ્તા અને રાજ સિંહ નામના યુવકનો સમાવેશ થાય છે.

અકસ્માતની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો પણ રડતા રડતા હોસ્પિટલ પહોંચી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો નશાની હાલતમાં હતા. કાર ચલાવનાર યુવક પણ નિશાની હાલતમાં હતો તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેકાબુ બનેલી ઝડપી કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત… ભાજપના નેતા સહિત ત્રણ યુવકોના કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*