આજ કાલે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂતે સુસાઇડ કરી લીધું છે. આ ઘટના રાજસ્થાનના કોટા જિલ્લાના દિગોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારજનોએ માહિતી આપી કે, વરસાદના કારણે ખેડૂત રામગોપાલ લશ્કરી ખૂબ જ પરેશાન હતા કારણ કે તેમનો પાક ખેતરમાં સુકાઈ રહ્યો હતો.
આ કારણોસર તેમને સુસાઇડ કર્યું છે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યો છે કે, ખેડૂત રામ ગોપાલ લશ્કરીએ પોતાના ખેતરમાં સોયાબીનની ખેતી કરી હતી. પરંતુ વરસાદના અભાવના કારણે સોયાબીનના પાકને ખૂબ જ નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂત રામગોપાલ લશ્કરી ખૂબ જ પરેશાન હતા.
આવી પરિસ્થિતિમાં તેમને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો આ સમગ્ર મામલાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત મૃત્યુ પામેલા ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા ખેડૂતના દીકરા શુભમે જણાવ્યું કે, અમારી પાસે પાંચ વીઘા જમીને છે. આ જમીનમાં છેલ્લા બે વર્ષથી સારો પાક થતો ન હતો.
પરંતુ આ વખતે અમારે સારો પાક થયો હતો, પરંતુ છેલ્લા 25 દિવસમાં વરસાદ ન પડતા ધીમે ધીમે બધો પાક સુકાવા લાગ્યો હતો. દીકરાએ વધુમાં જણાવ્યું કે પિતાએ ખેતી માટે લાખો રૂપિયાની લોન લીધી હતી. તેવામાં પાક સુકાઈ જતા પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને આખરે તેમને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ખેડૂત રામગોપાલ લશ્કરીએ ગુરુવારના રોજ સુસાઇડ કર્યું હતું. જ્યારે રામગોપાલ લશ્કરીએ સુસાઇડ કર્યું ત્યારે પરિવારના સભ્યો ઘટના સ્થળે હાજર ન હતા. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સુસાઇડ પાછળના પ્રાથમિક કારણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાક નિષ્ફળ થવાની ચિંતામાં ખેડૂતે સુસાઇડ કરી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment