સુરતમાં “બાપના બગીચા”માં બેકાબુ પિકઅપ ઘૂસી ગયું, પછી કંઈક એવું બન્યું કે…જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો..

Published on: 3:27 pm, Mon, 19 December 22

સુરત શહેરમાં બનેલી એક હચમચાવી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં સુરત શહેરના સરોલી વિસ્તારમાં આવેલા એક બાપનો બગીચો નામના ઢાબામાં એક પીકઅપ વાહન ઘૂસી ગયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ઢાબામાં અચાનક એક પીકઅપ વાહન ઘૂસી જાય છે. જેના કારણે ઢાબામાં જમવા બેઠેલો એક યુવક કચડાઈ જાય છે. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં અને અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

વિગતવાર વાત કરીએ તો સુરતના સરોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા બાપનો બગીચો નામના ઢાબામાં બેસીને કેટલાક લોકો આરામથી ભોજન કરી રહ્યા હતા. ત્યારે નજીકથી પસાર થતો એક બોલેરો પીકઅપ વાહન અચાનક બેકાબૂ બન્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બેકાબુ બનેલું પીકઅપ રોડ ઉપરથી સીધું ઢાબાની અંદર ઘૂસી જાય છે.

ઢાબાની અંદર ખાટલા ઉપર બેસીને કેટલાક લોકો જમી રહ્યા હતા અથવા તો કેટલાક લોકો ખાટલા ઉપર જ સુઈને મોબાઈલ જોઈ રહ્યા હતા. એક વ્યક્તિ ખુરશી ઉપર બેઠેલો હતો. ત્યારે અચાનક જ પીકઅપ ઢાબાની અંદર ઘૂસી જાય છે અને ખુરશી પર બેઠેલા વ્યક્તિને જોરદાર ટક્કર લગાવે છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યે છે. સમગ્ર ઘટના ઢાબામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને બાપનો બગીચો ઢાબાના માલિકે જણાવ્યું કે હું કાઉન્ટર ઉપર બેઠો હતો અને અચાનક જ રોડ ઉપરથી એક પીકઅપ વાન ઢાબાની અંદર ઘૂસી ગયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે.

મને સામાન્ય ઈજા થઈ હતી અને હું ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો હતો. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનામાં એક વ્યક્તિને શરીરમાં ત્રણથી ચાર ફેક્ચર થયા છે. આ અકસ્માતની ઘટના બની આબાદ પિકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં “બાપના બગીચા”માં બેકાબુ પિકઅપ ઘૂસી ગયું, પછી કંઈક એવું બન્યું કે…જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો.."

Leave a comment

Your email address will not be published.


*