દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી પસાર થતા ગોધરા તરફ જતા માર્ગ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બુધવારના રોજ મોડી રાત્રે બન્યો હતો. બુધવારે મોડી રાત્રે ટેમ્પા ચાલક નો ટેમ્પો બગડતા તે ટેમ્પાને રસ્તાની સાઇડમાં રાખીને ટેમ્પામાં રીપેરીંગ કરવા બેસ્યો હતો.
ત્યારે એક બેકાબૂ ડમ્પર ચાલકે ટેમ્પાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં રીપેરીંગ કરવા બેઠેલા ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ટેમ્પાચાલક નું નામ સિકંદરભાઈ હતું.
તેમની ઉંમર આશરે 40 વર્ષની હતી. ઘટના મોડી રાત્રે બની હતી ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ટેમ્પાચાલક ના મૃતદેહને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.
અકસ્માતના કારણે થોડાક સમય સુધી રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ફરી રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment