વાસદ-બગોદરા હાઈવે પર એક બેકાબૂ કાર ચાલકે બાઇકને ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત, બાઈક પર સવાર પતિ-પત્નીનું મૃત્યુ…

રાજસ્થાન રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજ્યમાં વાસદ-બગોદરા હાઈવે પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બોરસદ તાલુકાના ડભાસી બસ સ્ટેશન પાસે સોમવારના રોજ બપોરે એક બેકાબૂ કાર ચાલકે બાઈક પર સવાર બે વ્યક્તિઓની ટક્કર લગાવી દિધી હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇક પર સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની પરિવારને જાણ થતાં પરિવાર ને ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત મૃત્યુ પામેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સૌપ્રથમ તેમની ઓળખ કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારને કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામના રમણભાઈ પરસોત્તમભાઈ ઠાકોર ઉંમર 45 વર્ષ અને તેમના પત્ની જશોદાબેન રમણભાઈ ઠાકોર ઉમર 42 વર્ષ બંને પોતાની GJ 23 DF 8651 નંબરની બાઈક પર સવાર થઈને બોરસદ તાલુકાના નાવડ ગામ ખાતે રહેતા તેઓના બહેનના ઘરે જઈ રહ્યા હતા.

અંગેની તમામ જાણકારી મૃત્યુ પામેલા રમણભાઈ ના દિકરા ઉમેશ ઠાકોર એ આપી હતી. મળતી માહિતી મુજબ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ રમણભાઈ ના ફોન માંથી કોઈ કે ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારને કરી હતી.

આ ઉપરાંત ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ડભાસી તરફ વળતાં જ પાછળથી એક ફૂલ ઝડપથી આવતી GJ 15 CK 5342 નંબરની કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર બાઈક પર સવાર પતિ-પત્ની ઉઠાવીને રોડ પર પડ્યા હતા.

અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે પતિ અને પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા કારચાલક દિલીપભાઈ સોમાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*