રોડની સાઈડમાં પાર્ક કરેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ કાર, અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ…

58

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કટીહારની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ટોળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા પેટ્રોલ પંપ પાસે NH 31 પર બની હતી.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ ALTO કાર લઈને 4 લોકો ફૂલવરિયા બજારથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે કાર ચાલકે હાઈવેની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ કાર ઘૂસી આવી દીધી હતી.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર ચાર માંથી 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં વિકાસ કુમાર ઉંમર 23વર્ષ, રામકુમાર ઉંમર 28 વર્ષ અને સુનિલ કુમાર ઉંમર 29 વર્ષ તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત રવિ ચૌધરી નામના એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આસપાસના લોકોએ કહ્યું કે વહેલી સવારે જોરદાર ધડામ કરતો અવાજ આવ્યો હતો. જેના કારણે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે એક ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર નો ભાંગીને ભૂકો થઇ ગયો હતો અને ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!