ગોંડલમાં માતાજી માટે ફૂલનો હાર લેવા જતા વૃદ્ધ વ્યક્તિને રખડતા ઢોરે ચૂંદી નાખ્યા, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને ટાંટીયા ધ્રુજી જશે…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો(Stray cattle) ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે ગોંડલના રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગોંડલ(Gondal) શહેરના ભગવતપર વિસ્તારમાં એક ગાયે રસ્તાની વચ્ચોવચ વૃદ્ધ વ્યક્તિને અડફેટેમાં લીધા હતા.

ગાયે વૃદ્ધ વ્યક્તિને જમીન ઉપર પછાડીને તેમને ખુદી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જ્યારે વૃદ્ધ વ્યક્તિને આસપાસના લોકો બચાવવા ગયા ત્યારે ગાયે તેમની પાછળ પણ દોટ મૂકી હતી.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો ગોંડલમાં ભગવતપરામાં સીદી સોસાયટી પાસે માતાજી માટે ફૂલનો હાર લેવા જતા 70 વર્ષના છગનભાઈ પોલાભાઈ ધંધુકિયા નામના વૃદ્ધ વ્યક્તિને રખડતા ઠોરે અડફેટેમાં લીધા હતા.

રખડતા ઢોરે છગનભાઈને હવામાં ફંગોળીને જમીન પર પછાડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘણા બધા પ્રયાસો બાદ રખડતા ઢોરના પ્રહારમાંથી વૃદ્ધ વ્યક્તિને બચાવ્યા હતા અને પછી 108 ની મદદ થી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઉજાગ્રસ્ત થયા હતા તેમને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*