મોર્નિંગ વોક પર નીકળેલા વૃદ્ધ વ્યક્તિને આખલાએ શિંગડા વડે ઉછાળીને જમીન પર પછાડ્યા, વૃદ્ધ વ્યક્તિનું તડપી તડપીને કરુણ મોત…જુઓ કાળજુ કંપાવી દેનારો વિડિયો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ ગઈ હતી હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી જૂની સાબરમતી કોલોની માંથી સામે આવી છે.

આ ઘટનામાં 62 વર્ષના મહેશચંદ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહેશ ચંદ સરકારી શાળામાં ધોરણ ચારના કર્મચારી તરીકે નિવૃત્ત થયા હતા. તે દરરોજની જેમ ઘટનાના દિવસે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે ઘરથી 10-15 પગલાં દૂર ગયા ત્યારે એક આખલાએ તેમના ઉપર પ્રહાર કર્યો હતો.

આખલાએ શિંગડા વડે મહેશ ચંદે ઉછાળીને જમીન પર પછાડ્યા હતા. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થાય અને તેઓ વૃદ્ધ વ્યક્તિને બચાવવા આવે તે પહેલા તો મહેશ ચંદ આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

6 કલાક સુધી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી અને બપોરે 1.30 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના 18 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બની ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિના દીકરા રઘુવીરે જણાવ્યું કે, નીચે પડ્યા બાદ પિતાએ બળદ થી બચવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ બચી શક્યા નહીં. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું દર્દનાક મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*