ધોબા ઉપાડવાની વાતો કરનાર દેવાયત ખવડ જેલ હવાલે, 10 દિવસ સુધી દેવાયત ખવડ ક્યાં હતો તેને લઈને થયો મોટો ખુલાસો…

Published on: 12:14 pm, Tue, 20 December 22

ધોબા ઉપડી જશે જેવા ડાયલોગથી ફેમસ થયેલા દેવાયત ખવડને તો તમે બધા જરૂર ઓળખતા હશો. 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યાર પછી દેવાયત ખવડ પોતાના આલીશાન ઘરને તાળો મારીને ભાગી ગયો હતો.

લગભગ 10 દિવસ ફરાર થયેલા દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી આવીને સરેન્ડર કર્યું હતું. તેના બીજા દિવસે અન્ય બે આરોપીઓએ પણ સામેથી આવીને સરેન્ડર કર્યું હતું. ત્યારે ગઈકાલે દેવાયત ખવડ અને તેના બંને સાથીદારોને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન પોલીસે વધુ રિમાન્ડની માંગ કરીને હતી. તેથી દેવાયત ખવડ અને અન્ય બે આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આરોપી દેવાયત ખવડ અને તેના ડ્રાઇવર હરેશ તેમજ આ બનાવને નજરે જોનાર એક સાક્ષીએ ઓળખ પરેડ કરી હતી. આ સાક્ષીએ ઘટનાના બંને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

આ ઉપરાંત પીડિત મયુર છીએ ફરિયાદમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડનું નામ પણ આપ્યું હતું અને અન્ય બે આરોપીઓ અજાણ્યા હોવાનું જણાવ્યું હતું. આરોપી દેવાયત ખવડ શુક્રવારના રોજ પોલીસ સામે સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ આખી રાત લોકઅપમાં વિતાવી હતી.

ત્યારબાદ આરોપી દેવાયત ખવડને રિમાન્ડ મંજૂર કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં આરોપી દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારોની સોમવારના સાંજના ચાર વાગ્યા સુધીની રિમાન્ડ મંજૂર કરવામાં આવી હતી. દેવાયત ખવડ દસ દિવસ સુધી કોની સાથે હતો તેની પણ જાણકારી મળી છે તેવું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર દેવાયત ખવડે 10 દિવસ સુધી વાડીઓમાં સહારો લીધો હતો. તેઓ જાણવા મળી રહ્યું છે. હાલમાં તો દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારોને જેલમાં ધકેલવામાં આવ્યા છે. હવે આગળ શું થશે તે જોવાનું રહી. મિત્રો શું હવે દેવાયત ખવડને ડાયરાઓ આપવા જોઈએ અને તેને સ્ટેજ પર ચડવા દેવો જોઈએ તમે જ કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોબા ઉપાડવાની વાતો કરનાર દેવાયત ખવડ જેલ હવાલે, 10 દિવસ સુધી દેવાયત ખવડ ક્યાં હતો તેને લઈને થયો મોટો ખુલાસો…"

Leave a comment

Your email address will not be published.


*