ગાંધીનગરમાં MBBSની વિદ્યાર્થીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના નવમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો દીકરીએ આ પગલું શા માટે ભર્યું…

ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષની વિદ્યાર્થીએ હોસ્ટેલના ધાબા પરથી મૃત્યુની છલાંગ લગાવી છે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ આસ્થા સંજયભાઈ પંચાસર હતું. આસ્થા મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 902માં રહેતી હતી.

આસ્થાએ આજરોજ સવારે હોસ્ટેલના ધાબા પરથી મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આજરોજ બીજા વર્ષની આસ્થાની રીપીટરની પરીક્ષા પણ હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર પોલીસને આસ્થાની રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.

આસ્થાએ સુસાઇડ નોટમાં પોતાના માતા પિતા વિશે લખ્યું હતું. સુસાઇડ નોટમાં આસ્થાએ લખ્યું હતું કે, મમ્મી-પપ્પા, સોરી, ભણવાના લીધે હું આ પગલું ભરું છું. હું જાવ છું. આ ઘટના બનતા જ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આસ્થાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બીજા વર્ષની પરીક્ષામાં આસ્થાને એટીકેટી આવી હતી. હાલમાં તે પરીક્ષા આપી રહી હતી. ગઈકાલે આસ્થાએ આપેલું પેપર ખૂબ જ ખરાબ ગયું હતું. પેપર ખરાબ ગયું તેથી આ આસ્થાએ પોતાના દાદા સાથે ફોન પર વાતચીત કરી હતી અને રડવા લાગી હતી.

ત્યારે આસ્થાના દાદાએ આસ્થાને સાંત્વના આપી હતી. એટલું જ નહીં પરંતુ આ સ્થાને આસ્થાના કારણે જમવાનું આપી જવાનું કહ્યું હતું. પરંતુ આ સંસ્થાએ કહ્યું હતું કે હું કેન્ટીનમાં જમી લઈશ. મળતી માહિતી અનુસાર આસ્થાએ લગભગ હોસ્ટેલના નવમાં માળેથી આઠ વાગ્યાની આસપાસ ખોદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*