યુવતીએ પોતાના બોયફ્રેન્ડના ઘરથી 200 મીટર દૂર શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું, જાણો યુવતીએ આ પગલું શા માટે ભર્યું – જુઓ ઘટનાના CCTV…

Published on: 3:18 pm, Sat, 30 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી અને રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની હતી. અહીં પોતાના બોયફ્રેન્ડથી નારાજ થઈને ગર્લફ્રેન્ડે પોતાના શરીર પર પેટ્રોલ નાખીને અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ આજુબાજુના લોકો ત્યાં પહોંચ્યા અને યુવતીના શરીર પર પાણી નાખીને શરીર પર લાગેલી આગ બુઝાવી હતી.

ત્યાર બાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં યુવતી 90 ટકા જેટલી દાઝી ગઈ છે. આહટ મચાવી દેનારી ઘટના શુક્રવારના રોજ બપોરે બની હતી. મુરાર સ્થિત વિજયરાજે સિંધિયા ગર્લ્સ કોલેજમાં 21 વર્ષીય સૃષ્ટિ ચૌહાણ નામની યુવતી BSCના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

મળતી માહિતી મુજબ સૃષ્ટિ ચૌહાણની મિત્રતા SLP કોલેજમાં ભણતા આશિષ પાઠક હતી. બંને ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા અને બન્ને એકબીજા સાથે ઘણો સમય પસાર કરતા હતા. એટલું જ નહીં પરંતુ બંને એકબીજા સાથે લગ્ન કરવાના અને સાથે જીવનભર રહેવાના વચન આપ્યા હતા. ત્યારે સૃષ્ટિ શુક્રવારના રોજ બે લીટરની બોટલમાં ભરીને આશિષના ઘરે પહોંચી હતી.

ત્યાં જઈને સૃષ્ટિએ આશિષને બોલાવ્યો હતો. પરંતુ આશિષ બહાર આવ્યો નહીં. ત્યારબાદ સૃષ્ટિ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગઈ. ત્યારબાદ તે આશિષના ઘરથી લગભગ 200 મીટર દૂર SLP કોલેજમાં અંદર ગઈ. ત્યાં સૃષ્ટિએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું. આ ઘટના બનતા જ આસપાસના લોકોએ સૃષ્ટિના શરીર પર પાણી નાખીને આગને બુઝાવી હતી.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી અને આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સૃષ્ટિના પિતાએ જણાવ્યું કે, 10 દિવસ પહેલા સૃષ્ટિએ મને કહ્યું હતું કે મારે આશિષ સાથે લગ્ન કરવા છે. એક દિવસ પહેલા હું આશિષના ઘરે લગ્નની વાતને લઈને ગયો હતો.

ત્યારે ત્યાં જઈને ખબર પડી કે ત્રણ દિવસ પહેલા જ આશિષની સગાઈ થઈ ગઈ છે. પરિવારના લોકોએ જણાવ્યું કે સગાઈ આશિષની મરજીથી થાય છે. આ સત્યની જાણ સૃષ્ટિને થતાં સૃષ્ટિ ભારે ઉશ્કેરાઇ ગઇ હતી. અને છેવટે સૃષ્ટિએ અગ્નિ સ્નાન કરીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "યુવતીએ પોતાના બોયફ્રેન્ડના ઘરથી 200 મીટર દૂર શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું, જાણો યુવતીએ આ પગલું શા માટે ભર્યું – જુઓ ઘટનાના CCTV…"

Leave a comment

Your email address will not be published.


*