વડોદરા(Vadodara): માં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. વડોદરા પાસે નેશનલ હાઈવે(National Highway) પર આવેલી એલએનટી(L&T) નોલેજ સિટીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ(Security guard) ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે સિક્યુરિટી ગાર્ડ યોગેશ પવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. આ પગલું ભરતા પહેલા સિક્યુરિટી ગાર્ડ યોગેશ પવારે એક સુસાઇડ નોટ પણ લખી હતી.
જેમાં તેને કંપનીના સુપરવાઇઝર સહિત ત્રણ ચાર લોકોના 10% વ્યાજ માંગતો હોવાનો અને જીવ લેવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને લઈને વડોદરાના આજવા રોડ ઉપર આવેલી ઈશ્વરલીલા સોસાયટીમાં રહેતા ગોકુલ ભીમરાવ પવારે નામના વ્યક્તિએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા સાઢુભાઈ યોગેશભાઈ સંતોષભાઈ પવાર એલ એન ટી નોલેજ સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ પોતાની પત્ની સોનલ અને દિકરી અંકિતા સાથે આજવારોડ પર આવેલી મારુતિ હાઇટ્સમાં રહેતા હતા. મારા બીજા સાઢુભાઈ વિશ્વનાથ પણ તેમની સાથે રહે છે.
તેમને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના પોણા પાંચ વાગ્યાની આસપાસ મારી પત્ની અનિતાનો મારા ઉપર ફોન આવ્યો હતો. તેને મને જણાવ્યું હતું કે હું સોનલ અને અંકિતા બપોરે 1:00 વાગે મંગળબજારમાં ગયા હતા. આ દરમિયાન યોગેશભાઈ ગળાફાંસો ખાઈ લીધો છે, તમે ફટાફટ યોગેશભાઈના ઘરે આવો. હું યોગેશભાઈના ઘરે જવા માટે નીકળ્યો અને રસ્તામાં ચાલતી જતી મારી પત્નીને પણ ત્યાં લેતો ગયો. આ સમયે સોસાયટીની પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને યોગેશભાઈને એક પલંગ પર સુવડાવવામાં આવ્યા હતા.
ત્યારે મેં આ ઘટના વિશે પૂછ્યું ત્યારે બીજા સાઢુભાઈ વિશ્વનાથની દીકરી મેઘાએ જણાવ્યું કે, હું નોકરી પરથી ઘરે આવી તે વખતે ઘરના દરવાજાની લોખંડની જાળી બંધ હતી. ત્યાર પછી જાળી ખોલીને હું અંદર ગઈ ત્યારે બેડરૂમમાં માસા પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ મેં બુમાબૂમ કરી જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ યોગેશભાઈના મૃતદેહને નીચે ઉતારીને પલંગ પર મૂક્યો હતો. તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
આ સુસાઇડ નોટમાં યોગેશભાઈ એ લખ્યું હતું કે, પ્રિયા સોનલ આણી અંકિતા મુજે માફ કરના, મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો છે મરને કી કોશિશ કર રહા થા. લેકિન આપ દોનો કો છોડ કે જાને કી ઈચ્છા નહિ હો રહી થી. જોકે આપ મેરે સે બહુત પ્યાર કરતે થે. લેકિન મે ઉસકે કાબિલ નહીં હું, મેરે જાને કે બાદ દોનો અપના ખ્યાલ રખના, આપ દોનો કા ક્યાં હોગા બહુત સુખી સંસાર થા મેરા. લેકિન કંપની કે ત્રણ ચાર લોગ મેરે પાસ 10% વ્યાજ છે પૈસા માગ રહે થે. મેને હર મહિને ઉન લોગો કો વ્યાજ દિયા થા લેકિન સિર્ફ એક મહિને વ્યાજ નહીં દિયા તો હું લોકોને ઘર આને કી ઓર મુજે મારને કી ધમકી થી. “ઉસમે એક સુપરવાઇઝર પ્રકાશ ઓર દૂસરે ભરવાડ હે”
આ ઉપરાંત યોગેશભાઈ સોસાયટીમાં ઘણું બધું લખ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment