કલોલમાં ફુલ સ્પીડમાં આવતી લક્ઝરી બસ વાદળી કલરની ST બસ પાછળ ધૂસી જતા સર્જાયો ભયંકર અકસ્માત…5 મુસાફરોના ઘટના સ્થળે મોત….

Published on: 10:41 am, Wed, 10 May 23

આજરોજ સવારે કલોલ(Kalol) અંબિકા બસ સ્ટેશન(Ambika Bus Station) નજીક એક ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસ ST બસની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બસની રાહ જોઈને ઉભેલા કેટલાક મુસાફરો ST બસની નીચે કચડાઈ ગયા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં 5 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કલોલ અંબિકા બસ સ્ટેશન ઉપર મુસાફરો પોતાના કામ ધંધા ઉપર જવા માટે વાહનની રાહ જોઈને ઉભા હતા. આ દરમિયાન ત્યાં એક વાદળી રંગની એસટી બસ ઊભેલી હતી.

આ બસની આગળ કેટલાક મુસાફરો અન્ય વાહનની રાહ જોઈને ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લક્ઝરી બસચાલક પુરપાટ ઝડપે બસ ચલાવી રહ્યો હતો. જેના કારણે લક્ઝરી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસને વાદળી કલરની એસટી બસ પાછળ ઘુસાવી દીધી હતી.

જેના કારણે એસટી બસ અચાનક જ આગળની તરફ વધી ગઈ હતી. જેના કારણે આગળ ઉભેલા કેટલાક મુસાફરો એસ.ટી બસની અડફેટમાં આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતની ઘટનામાં ચાર મહિલાઓ સહિત પાંચ મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા લોકોને તેમજ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા મૃત્યુ પામેલા લોકોની ઓળખ વિધિની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં 50 વર્ષીય શારદાબેન રોહિતભાઈ જાગરીયા, 45 વર્ષીય બળવંતજી કાળુજી ઠાકોર, 48 વર્ષીય દિલીપસિંહ એમ વિહોલ અને 22 વર્ષીય પાર્થ ગુણવંતભાઈ પટેલ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો