રખડતા ઢોરના હુમલાને કારણે દેશભરમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.ઢોરના હુમલા ના તમે ઘણા વીડિયો જોયા હશે પણ આજે અમે તમને જે વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમારા રુવાટા ઉભા થઈ જશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી શાળા માંથી પરત ફરી રહી હતી તે દરમિયાન રસ્તામાં એક ગાય તેના પર અચાનક જ હુમલો કરે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાય તે બાળકીને તેના શિંગડા વડે મારી રહી છે.
બાળકી જમીન પર પડીને તેનાથી બચવાનો પ્રયાસ કરી રહી છે, આ ભયાનક વીડિયો ચેન્નાઈ નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચેન્નઈમાં એમએમડીએ કોલોની વિસ્તારમાં બુધવારે નવ વર્ષની બાળકી તેની શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. કોલોનીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં છોકરી તેના નાના ભાઈ અને માતા સાથે સ્કુલ બેગ લટકાવીને આવી રહી હતી.
આ દરમિયાન રસ્તામાં બે ગાયો ઉભી હતી જ્યાંથી તેઓ નીકળ્યા, અચાનક જ એક ગાય ભડકી અને છોકરીને તેના શિંગડા વડે મારવા લાગી અને પછી નીચે ફેંકી દીધી. છોકરી નીચે પડી ગયા પછી ગાય તેના પગ અને શિંગડા વડે તેને કચડી નાખવાનો પ્રયાસ કરતી રહી.
Cows attack harmless little girl in MMDA, #Chennai. @chennaicorp Cows roaming on the streets are a big menace and a threat to motorists and walkers. Please take action against the cow owner! #Cow #CowAttack@CMOTamilnadu @UpdatesChennai pic.twitter.com/wdV5LD0iyw
— Ajay AJ (@AjayTweets07) August 10, 2023
વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે બાળકી બૂમો પાડી રહી છે. બાળકી પર હુમલો થતો જોઈને માતા મદદ માટે બુમો પાડવા લાગે છે. અવાજ સાંભળીને લોકો ઘરની બહાર દોડી આવી જાય છે અને બાળકીને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગાય સતત હુમલો કરતી રહે છે, કોઈ રીતે લોકોએ તેને ભગાડી દીધી.
છોકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોઈને ચેન્નઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સક્રિય થયા છે. આ વિસ્તારમાં પશુ પકડવાની ટીમ મોકલીને હુમલો કરનાર ગાયને પકડી લેવામાં આવી છે. બંને ગાયોના માલિક વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરવામાં આવી છે.
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરના માર્ગો પર મુક્ત પણે રખડતા પશુઓની ઓળખ કરવામાં આવશે. જો તેઓ જાહેર જનતાને અસુવિધા પહોંચાડે છે અથવા પશુપાલનના અન્ય ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તો આ પ્રાણીઓને પકડવામાં આવશે અને પછી તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment