અમદાવાદમાં મજૂરી કામ કરતાં 22 વર્ષના યુવકે ખેતરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 10:35 am, Sat, 12 August 23

છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 22 વર્ષના યુવકે ખેતરમાં દોરડા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલો યુવક ગુજરાતના અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો.

પાંચ દિવસ પહેલા જ તે પોતાના ઘરે આવ્યો હતો. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ કમલેશ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. કમલેશ સવારે 10:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો. લગભગ 11 વાગ્યાની આસપાસ તેના પિતા ઘરની બહાર ગયા હતા.

આ દરમિયાન પિતાએ ખેતરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પોતાના દીકરાને લટકતો જોયો હતો. આ દ્રશ્યો જોઈને પિતા દોડતા થઈ ગયા હતા. તાત્કાલિક પરિવારના સભ્યોને બોલાવીને કમલેશને ઝાડ ઉપરથી નીચે ઉતાર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ કમલેશને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં હાજર ડોક્ટરે કમલેશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે કમલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું.

કમલેશે કયા કારણોસર સુસાઇડ કર્યું છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. મૃત્યુ પામેલો કમલેશ અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. કમલેશ બે ભાઈઓમાં મોટો હતો અને તેના કરતાં પણ તેની એક મોટી બહેન છે. કમલેશનું મોત થતા જ પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં મજૂરી કામ કરતાં 22 વર્ષના યુવકે ખેતરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*