સુરતમાં ઘરની બહાર પોતાના બાળમિત્રો સાથે રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને ટેમ્પાએ કચડી નાખ્યું, બાળકનું તડપી તડપીને મોત…’ઓમ શાંતિ’

Published on: 10:30 am, Thu, 15 June 23

Surat, Death of a child: સુરત માં બનેલી એક ભયંકર અકસ્માતની(Accident) ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં તલંગપુર રોડ ઉપર આવેલી શિવ સાઈ સોસાયટીમાં ઘરની બહાર રમતા બે વર્ષના માસુમ બાળકને ટેમ્પા ચાલકે કચડી નાખ્યો હતો. આ કારણોસર માસુમ બાળકોનું ઘટના સ્થળે મોત(Death of a child) થયું હતું.

જાણવા મળી રહ્યું છે કે ટેમ્પા નો ડ્રાઇવર સોસાયટીમાં ગેસના સિલિન્ડરની ડીલેવરી કરવા માટે આવ્યો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, હાલમાં તલંગપુર રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર નામનો વ્યક્તિ મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરનો વતની છે.

વિરેન્દ્ર એક સંચાના ખાતામાં કામ કરીને પોતાની પત્ની અને બે બાળકોનું ભરણપોષણ કરે છે. ઘટનાના દિવસે વિરેન્દ્રનો બે વર્ષનો દીકરો જશવંત ઘરની બહાર પોતાના બાળમિત્રો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન સોસાયટીમાં આવેલા એક ટેમ્પા ચાલકની બેદરકારીના કારણે જશવંત ટેમ્પાની અડફેટેમાં આવી ગયો હતો.

ટેમ્પાની અડફેટેમાં આવતા જશવંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પછી તો આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા માસુમ બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર બે વર્ષના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને સચિને જીઆઇડીસી પોલીસે ટેમ્પા ચાલક વિરોધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં માતામાં છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ઘરની બહાર પોતાના બાળમિત્રો સાથે રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને ટેમ્પાએ કચડી નાખ્યું, બાળકનું તડપી તડપીને મોત…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*