માતાની સાથે ખેતરે જઈ રહેલા 10 વર્ષના માસુમ બાળકને અજાણ્યા વાહને કચડી નાખ્યું, માતાની નજર સામે દીકરાનું કરુણ મૃત્યુ…

Published on: 11:35 am, Mon, 25 July 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી છે. જેમાં એક જણાની બેદરકારીને કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રવિવારના રોજ સવારે માતાની સાથે ખેતરે જઈ રહેલા 10 વર્ષના માસુમ બાળકને એક અજાણ્યા વાહને કચડી નાખ્યો હતો. આ ઘટનામાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ની ઘટના NH-52 ઉપર બની હતી. અમિત જાટ નામનો 10 વર્ષનો દીકરો રવિવારના રોજ સવારે પોતાની માતાની સાથે નેશનલ હાઈવે 52 પર સ્થિત ખેતરમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે સામેથી આવતા એક અજાણ્યા વાહન અમિતને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અમિત ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો, આ ઘટનામાં અમિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર એક વ્યક્તિ બાળકને ઇજાગ્રસ્તમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ ગામના લોકોને થતા ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકઠા થયા હતા. મૃત્યુ પામેલો માતા પિતાનો એકનો એક દીકરો હતો. અમિતના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અમિત ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. અમિતના મૃત્યુના કારણે ગામના લોકોમાં ભારે ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો.

ગુસ્સામાં આવીને ગામના લોકોએ નેશનલ હાઈવે 52 બ્લોક કરી દીધો હતો. જેના કારણે રોડ પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તે લોકોએ ગામના લોકો સાથે વાતચીત કરી હતી. મળતી માહિતી અનુસાર ગામના લોકોએ સવારથી 10:00 વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી હાઇવે બ્લોક કરી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાની સાથે ખેતરે જઈ રહેલા 10 વર્ષના માસુમ બાળકને અજાણ્યા વાહને કચડી નાખ્યું, માતાની નજર સામે દીકરાનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*