કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી બોર્ડર પર છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે અને આજે ખેડૂત અને સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીત થવાની હતી.સરકાર અને ખેડૂતોની બેઠક અગાઉ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક થઇ હતી અને આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યા હતા.ગુજરાતના અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અને જ્યારે હવે ગુજરાતમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પણ આ મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે.તેમને કહ્યું કે કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓ લાવ્યા છે જેનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે.ઘણા લોકો બિલ નો અભ્યાસ કર્યા વિના જ વિરોધ કરે છે અને આ અંગે રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.
કૃષિક્ષેત્રમાં ચીલાચાલુ પદ્ધતિ માંથી ખેડૂતોને બહાર લાવવા જરૂરી છે તો જ દેશનો વિકાસ થશે.પ્રધાનમંત્રી મોદી ખેતી માં સુધારો લાવવા પ્રયાસ કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી હતા.
ત્યારે કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે.કૃષિ મહાવિદ્યાલય ઓમાન સંશોધનને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે અને આપણને સૌને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી ફાયદાકારક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment