રાજ્યમાં ખેલૈયાઓને નવરાત્રી ની મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે આજરોજ તહેવારને લઇને જાહેર કરેલી માર્ગદર્શિકા બાદ લોકોમાં નિરાશા વ્યાપી ગઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રિના આયોજન અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આજે તહેવારને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કર્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવરાત્રી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું.રાજ્ય સરકાર કોરોના નું સંક્રમણ ન વધે તેની કાળજી રાખે છે.
જેના કારણે નવરાત્રિમાં છૂટછાટ આપી નથી.ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મિટીંગ મળી હતી અને જેમાં ગુજરાતના અગત્યના તહેવારોને સરળતા આપવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.મિટિંગમાં હાજર તમામ ના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને અંતે તમામ ના અભિપ્રાય બાદ આ આખરી નિર્ણય કરવામાં આવ્યો હતો.ગઈકાલે લાંબી ચર્ચા વિચારણા બાદ આજે દિવાળી અને.નવરાત્રી ને લઈને આ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો.નીતિન પટેલે જણાવ્યું હતું.
અમોએકોરોના મહામારીમાં AMA અભિપ્રાય અને મીડિયા રિપોર્ટ જોઈને આ નિર્ણય કર્યો છે.કોરોના મહામારી ના કારણે ખેલૈયાઓમાં ગરબામાં નિયંત્રણ રહેશે નહીં માટે ગરબા નહીં જ કરી શકાય. માત્ર માતાજીની પૂજા-અર્ચના કરી શકશે પણ ગરબા બિલકુલ નહીં કરી શકાય.આ વર્ષે કોઈ પણ પ્રકારની ગરબા ની મંજૂરી મળવાની કોઈ આશા નથી.
નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપવાસ કરે છે અને તે માટે અમે નક્કી કર્યું.નવરાત્રિમાં માતાજીની પૂજા કરવી. 200 લોકોની હાજરીમાં ગરબી લાવી શકશે અને આરતી કરી શકાશે. ભક્તો ભાવપૂર્વક આરતી ની છૂટ આપી છે અને અમોએ ધાર્મિક ભાવનાની કાળજી રાખી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment