વિશ્વમાં ટોચના ધનિકોમાં સામેલ બિલ ગેટ્સ નુ કહેવું છે કે કોરોના મહામારી આવ્યા પહેલા જ આપણે ફેલ થઈ ચૂક્યા હતા. આ કારણથી જ સંક્રમણ સામે આપણે ટકી ન શકાય. ‘ઘ ઇકોનોમિસ્ટ’ના એડિટર ઇન ચીફ જેની મિન્ટન બિદોસ સાથે મંગળવારના વેબીનારમાં ગેટ્સે કહ્યું કે આપણે મહામારીની પ્રકૃતિને સંપૂર્ણપણે સમજી ન શક્યા. ગેટ્સ સાથે વાતચીતના સંકલીત અંશો
ગેટ્સ એ કહ્યું કોરોના સામે લડાઈમાં દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશો એ સતર્ક રહા જ્યારે જ્યાંથી મહામારી ફેલાય તેવા ચીને શરૂમાં જ ભૂલો કરી દીધી .એશિયા એ યુરોપ અમેરીકાની સરખામણીમાં સંક્રમણ પર જલ્દી કાબૂ મેળવી લીધો છે. જો કે ભારત અને પાકિસ્તાન હજી જોખમમાં છે. વેક્સિન નું કામ 6 સ્તરે ચાલુ છે. 75થી90 હજાર કરોડ રૂપિયા ખર્ચી શકે છે. લાખો કરોડો રૂપિયાની બરબાદી રોકવા આ ખર્ચ જરૂરી છે.
પારંપરિક સફળતા બાદ હુમન ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચશે. વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેક્સિન તૈયાર થઈ જવાનો અંદાજ છે. અમુક સ્તરે ટેસ્ટિંગમાં થોડો વધુ સમય લાગી શકે છે. 2021 ના મધ્ય ભાગ સુધીમાં અનેક દેશો માટે વેક્સિન તૈયાર થઈ જશે. ગરીબ દેશો માટે તે 2022 ની શરૂઆત ઉપલબ્ધ થઇ જશે
બિલ ગેટ્સે કહ્યું કે જોનસન એન્ડ જોનસન અને સનોફી જેવી કંપનીઓ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે તેવી વેક્સિન પર કામ કરી રહી છે. પડકાર એ છે કે દેશ ધનિક હોય કે ગરીબ, સંક્રમણને રોકવા માટે એવી વેક્સિન મોટાપાયે બનાવી પડશે કે જેની કિંમત ₹250 સુધી હોય. હજુ એકાંદરે 3 સ્તરે સમસ્યા છે. પહેલા લોકો વેક્સિન નો બહિષ્કાર કરવા માંડે તો તે સ્થિતિમાં શું થશે? આમ તો ઓરીની જેમ 80-90% લોકોને રસી આપવાની જરૂર નહીં પડે. કોરોના માં 30 થી 60 ટકા વસ્તીને રસી આપીને પણ સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે.
બીજોવિકાસશીલ દેશોમાં સ્થિતિ બદલી બદતર થઈ શકે છે .યુરોપ અને અમેરિકા પોતાનામાંજ વ્યસ્ત છે અને બહુપક્ષીય ભાવ નબળી પડી રહી છે, જેની વિકાસશીલ અને ગરીબ દેશો પર ગંભીર અસર થઇ શકે છે. તકલીફ એ છે કે આ દેશો પાસેથી ડેટા એકત્ર કરવામાં 3 થી 4 વર્ષ લાગી જાય છે અને ત્યારબાદ વિશ્લેષણમાં પણ વધુ સમય લાગે છે.
Be the first to comment