રાજ્યની તમામ કોલેજો શરૂ કરવાને લઈને આવ્યો મહત્વનો નિર્ણય, કોલેજ અને હોસ્ટેલ માટે થઈ મોટી જાહેરાત.

136

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર એટલે કે 8 ફેબ્રુઆરી 2021 થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં શિક્ષણ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવ્યું છે.

કે પ્રથમ વર્ષના શાસન અભ્યાસક્રમ માટેના વર્ગો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર નું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા યોગ્ય ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા એ આ નિર્ણયની વધુ માહિતી આપી હતી.

રાજ્યમાં કોરોના સંક્રમણ ની તીવ્રતા દિવસે ને દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના હિતમાં રાજ્ય સરકાર અગાઉ 11 જાન્યુઆરી 2021ના પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ,પીએચડી.

એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડિકલ, પેરામેડિકલ ના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમો ના ફાઇનલ વર્ષ અને અન્ય વર્ષ ના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં ભૌતિક રીતે શરૂ કરવામાં આવ્યા છે.

શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા એ એમ પણ કહ્યું કે ફાઇનલ વર્ષ અને અંતિમ વર્ષને પ્રથમ વર્ષના વર્ગ પુનઃ શરૂ કરવાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા વિચારણા ની સમીક્ષા પછી બીજા વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમય નિર્ણય કરશે.

અને નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકાર સંચાલિત તમામ હોટેલો છે અગાઉ કોરોના ડેઝીગ્રેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલ ને પણ કોરોના સંક્રમણ ઘટતા હવે વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પુનઃ શરૂ કરવા પણ શિક્ષણ વિભાગ SOP નિર્ધારિત કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!