50 વોર્ડ માં ભાજપને ઉમેદવારો શોધવામાં પડી તકલીફ, ખેડૂત આંદોલન ની થઈ મોટી અસર.

Published on: 6:56 pm, Thu, 4 February 21

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ની સોથી વધારે અસર પંજાબ અને હરિયાણામાં રાજ્યમાં જોવા મળી છે.જેને લઇને ભાજપ ને પંજાબમાં આગામી સમયમાં આવનાર ભટીડા મહાનગરપાલિકા ચૂંટણી માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

ભટીડા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ ને જૂજ કહી શકાય તેવા 50 વોર્ડ માટે ઉમેદવારો નથી મળી રહે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને ભાજપ તરફથી માત્ર 42 વોર્ડ માટે જ ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા છે.

ભાજપના રાજ્ય મીડિયા કો ઇન્ચાર્જ સુનીલ સિંગલાએ જણાવ્યું કે,પાર્ટીના નેતાઓ તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ 42 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રકો જમાં કરાવી દીધો છે જયારે 4-5 ઉમેદવારો હજી સુધી પોતાનું નામાંકન કરાવી શક્યા.

જોકે તેમણે બહાનું આપતા હોય તેમ જણાવ્યું કે જે લોકો ઉમેદવારી પત્રકો જમાં નથી કરવી શક્યા તેઓને ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એક મિનિટની વાર હોવા છતાં અંદર ન જવા દેવાયા.

ભાજપના ઉમેદવાર ને કૃષિ કાયદાના લીધે વિરોધના સામનો કરવો પડી રહ્યો છે અને એક વોર્ડ માં તો ભાજપના ઉમેદવારના પોસ્ટરો પણ ફાડવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા જયારે અન્ય એક ભાજપના ઉમેદવારના પોસ્ટર કાળા કલર કરી નાખવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!