ભારતમાં ડુંગળીના વધતા ભાવને લઇને કેન્દ્રની મોદી સરકારે કડક પગલાં લીધા છે. વધતા ભાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળી પર સ્ટોક લિમિટ નો નિયમ લાગુ કર્યો છે. જથ્થાબંધ વેપારી હવે ફક્ત 25 મેટ્રિક ટન જ ડુંગળીનો સ્ટોક કરી શકશે. આ સાથે વેપાર ફક્ત બે મેટ્રિક ટન ડુંગળીનો સંગ્રહ કરી શકશે. આ ઉપરાંત, બજારમાં ડુંગળી નું આગમન વધારવા માટે એમએમટીસી 10000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાના ટેન્ડર બહાર પાડશે. ખાનગી કંપનીઓ ઉપરાંત એમએમટીસી લાલ ડુંગળીની આયાત કરશે.
દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 100 હદને પાર કરી ગયા છે. વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે ડુંગળી સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. ડુંગળીની સ્ટોક મર્યાદાથી ઉપર રાખવા બદલ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.નાફેદ અત્યાર સુધીમાં 42 હજાર ટન ડુંગળી વેચી છે.
જયારે નાફેડ પાસે 20 થી 25 હજાર ટન સ્ટોક બાકી છે.નાફેડ આ વર્ષે 98 હજાર ટનનો સ્ટોક બનાવ્યો હતો. સતત ડુંગળીના ભાવ વધવાના કારણે સરકારી ડુંગળીનો સ્ટોક કરવા પર કાયદા કાનૂન લાગુ કર્યા.
આ નિયમનું પાલન નહીં કરે તેને દંડ પાત્ર રકમ ભોગવવી પડશે. સાથે સાથે ડુંગળીના બિયારણના ભાવમાં પણ વધારો થયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment