હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન ને લઈને આવ્યા મોટા સમાચાર.

273

કોરોના મહામારી ના કારણે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સમગ્ર દેશ માં લાગુ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ બંધ હોવાના કારણે રત્ન કલાકારોને ભારે આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. દરેક રત્ન કલાકારોના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ વર્ષે દિવાળી વેકેશન કેટલું હશે? દિવાળી વેકેશનને લઈને અમદાવાદ થી એક મોટા સમાચાર સામે આવ્યા છે.અમદાવાદમાં આ વર્ષે હીરા ઉદ્યોગમાં એક માસને બદલે ફક્ત.

એક અઠવાડિયાનું દિવાળી વેકેશન પડનાર હોવાનું વિવેકાનંદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું હતું.તાજેતરમાં યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કોરોના કાળમાં હીરાઉધોગ મહિનાઓ સુધી બંધ રહ્યો હોવાનું રત્ન કલાકારોને આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે.

લોકડાઉન બાદ હવે ધીમે ધીમે હીરાઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે. આગામી નાતાલ પર્વને લઇને વિદેશમાં હીરાની માગ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ વર્ષે વેકેશન ખૂબ જ ટૂંકો રહેશે.

અમદાવાદમાં હાલમાં 400 જેટલા હીરાનાં કારખાનાંઓ ચાલી રહ્યા છે. જેમાં આશરે 50 હજાર રત્નકલાકારો રોજી મેળવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!