મહીસાગરમાં હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીએ પત્નીના નામે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડ નોટમાં લખ્યું કે “મારા માં-બાપને સાચવીલેજે…”

Mahisagar: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મહીસાગર(Mahisagar) જિલ્લામાં બનેલી એક સોસાયટી ઘટના સામે આવી રહી છે. ત્યારે મહીસાગર ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર કોટેજ હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ પટેલ નામના કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવવી(Suicide Case) લીધું છે. મૃત્યુ પહેલા મનોજ પટેલે એક સુસાઇડ નોટ પણ લખી હતી.

સુસાઇડ નોટમાં મનોજ પટેલે લખ્યું હતું કે, “હું બીજી કોઈના ટ્રાન્સથી નહીં પણ જિલ્લા ક્ષય કેન્દ્રની અંદર મયુર સોની નામના વ્યક્તિના કારણે આ પગલું ભરી રહ્યો છું” મનોજ પટેલના સુસાઇડના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પામેલા વ્યક્તિ મનોજ પટેલ મધવાસ ગામના વતની હતા.

તેઓ છેલ્લા ઘણા સમયથી મહીસાગરની જિલ્લા ક્ષય હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ અહીં ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર મનોજ પટેલે સુસાઇડ કરતા પહેલા તેની પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી છે. જેમાં કોની જોડે પૈસા લીધેલા છે, તેમ જ કયા બેંકમાં તેમના ખાતા છે. આ બધી માહિતી લખેલી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ લુણવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી મયુર સોની નામનો વ્યક્તિ મનોજ પટેલને કામને લઈને હેરાન પરેશાન કરતો હતો. હાલમાં તો પોલીસે મયુર સોનીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.

મનોજ પટેલે મયુર સોનીના ત્રાંસી કંટાળીને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. મનોજ પટેલે સુસાઇડમાં પોતાની પત્ની વિશે પણ ઘણું બધું લખ્યું છે. જેમાં મનોજ પટેલે લખ્યું હતું કે “થોડીક લેટગો ની ભાવનાથી મારા મા બાપને સાચવજે” હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ અને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોના નિવેદનના આધારે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*