ટ્રેલર અને સામેથી આવતી કાર વચ્ચે જોરદાર ટક્કર છતાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રેલરની નીચે કાર ઘુસી જતા 4 મિત્રોના કરુણ મોત… હાઇવે રોડ મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો…

Published on: 4:48 pm, Wed, 7 June 23

Terrible accident Four people died: આજ રોજ સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની(Terrible accident) ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં કાર ચાલક સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત(Four people died) થઈ ગયા હતા.

ट्रेलर में फंसी कार को 2 घंटे की मशक्कत के बाद क्रेन की मदद से बाहर निकाला गया।

અકસ્માતની ઘટના રાજસ્થાનના સિકરમાંથી સામે આવી રહી છે. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

कार को घसीटते सड़क के नीचे ले गया ट्रेलर, एक-दूसरे से चिपक गईं लाशें |  Rajasthan Friends Road Accident; Youths Killed As Truck And Car Collided In  Sikar - Dainik Bhaskar

જાણવા મળી રહ્યું છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ફસાઈ ગયા હતા. આ કારણસર ડ્રાઇવર સહિત અન્ય વ્યક્તિઓના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ટ્રેલર જપ્ત કરીને ટ્રેલર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ટ્રેલર ચાલક પોતાની આગળ જતા વાહનને ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલી કાર ટ્રેલર સાથે અથડાઈ હતી અને તે ટ્રેલરની નીચે ફસાઈ ગઈ હતી. ટ્રેલર ચાલક કારને લગભગ 50 ફૂટ સુધી ઘસડીને પોતાની સાથે લઈ ગયો હતો.

ट्रेलर-कार में भीषण टक्कर, 4 दोस्तों की मौत -

અકસ્માતની ઘટનામાં કાર સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય તેજરામ, 24 વર્ષીય શાહરૂખ, 34 વર્ષીય રાજુ રિયાઝ ખાન અને 28 વર્ષીય રેવંત રામ ચૌધરી નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે ચારેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલો રેવતારામ ચૌધરી કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ફરજ બજાવતો હતો. જાણવા મળી રહે છે કે મૃત્યુ પામેલા ચારેય યુવકો એકબીજાના મિત્ર હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેલર અને સામેથી આવતી કાર વચ્ચે જોરદાર ટક્કર છતાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રેલરની નીચે કાર ઘુસી જતા 4 મિત્રોના કરુણ મોત… હાઇવે રોડ મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*