સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળે છે જેમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે 2 લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શાંત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતાની ઘટના આજરોજ હરિયાણાના સોનીપતમાં કુંડલી-ગાઝિયાબાદ-પલવલ એક્સપ્રેસ વે પર થયો હતો.
મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશથી સોનીપતના ગોહાનામાં મજૂરોને લઈને જતી ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારમાં સવાર 2 મજુરોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા બંને મજૂરોના મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી, તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતની ઘટનામાં ઉત્તર પ્રદેશના પિલીભાતના ધનચાઇ ગામના રહેવાસી મજુર રાઘવેન્દ્ર અને છોટેલાલનું કરુણ મૃત્યુ થયું છે. બંનેના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આવી ગંભીર અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. મિત્રો તે માટે ડ્રાઇવિંગ કરતી વખતે જરૂર ધ્યાન રાખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment