દિલ્હી ગયેલા ભાજપના નેતાઓને કંઈક શીખવા ના બદલે અફવા ફેલાવવાનું શરૂ કર્યું કામ : ઈશુદાન ગઢવી

Published on: 5:17 pm, Thu, 30 June 22

આ મનની પાર્ટીના દિગજ નેતા ઈશુદાન ગઢવી એ મહત્વના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયાને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપના પ્રતિનિધિ મંડળ દિલ્હી ની મુલાકાતે ગયું હતું અને ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય ની વ્યવસ્થા ની હાલત ખૂબ જ ખરાબ છે જેના કારણે તેઓ દિલ્હીની આધુનિક શાળા અને હોસ્પિટલમાં કંઈક શીખવા ગયા હશે તેવું લાગી રહ્યું હતું.

દિલ્હીમાં એટલી બધી અદભુત શાળાઓ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની પણ તેની મુલાકાત માટે આવ્યા હતા અને આ સિવાય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને શિક્ષણ મંત્રીઓ પણ દિલ્હીની વ્યવસ્થા જોવા માટે આવ્યા છે. દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી જ્યારે પણ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમને ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા જોવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેનું આમંત્રણ સ્વીકારીને ભાજપનું પ્રતિનિધિ મંડળ દિલ્હી પહોંચ્યું હતું જ્યારે ભાજપના પ્રતિનિધિ મંડળ દિલ્હી પહોંચ્યું ત્યારે બે દિવસ સુધી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો નું પ્રતિનિધિ મંડળ તેમની સાથે સંપર્કમાં કરતો હતો અને કહ્યું કે તમે જે શાળા કે હોસ્પિટલ જોવા માંગો છો ત્યાં અમે લઈ જવા માટે તૈયાર છીએ.

પરંતુ ઈશુદાન ભાઈનું કહેવું છે કે ખોટી નીતિથી ચાલતા ભાજપના નેતાઓને જ્યારે દિલ્હીની એક પણ શાળામાં કોઈ ખામી ન દેખાય ત્યારે તેઓ સ્ટોર રૂમ નો વિડીયો બનાવીને ભાજપના આઈટી સેલ ની મદદથી માત્ર અફવાઓ ફેલાવવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત પર્યાવરણને લઈને બંધ કરાયેલા મોહલ્લા ક્લિનિક ની તસવીરો લેવામાં આવી હતી. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ શરમજનક વાત છે કે બંધ મહોલ્લા ક્લિનિક સિવાય ભાજપ પ્રતિનિધિ મંડળને ચાલુ મહોલ્લા ક્લિનિક ના દેખાયા.

કેન્દ્ર સરકાર દિલ્હીમાં મોલા ક્લિનિક બનાવવા માટે દિલ્હી સરકારને જમીન પણ ન આપી રહી હતી જેના કારણે આમ આદમી પાર્ટી એ કન્ટેનર ની અંદર ક્લિનિક બનાવીને જનતાની સેવા કરવાનું કામ ચાલુ કર્યું છે. ભાજપ એ વિચાર્યું કે આમાં મેં પાર્ટીને બદનામ કરવા માટે અમે ગમે તેવી શાખા શોધી કાઢીશું અને તેને અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા બતાવશું પરંતુ ભાજપને ક્યાંય પણ એક પણ સરકારી શાળા ન મળી જેનાથી આમ આદમી પાર્ટી પર કઈ બોલી શકે તેના માટે તેઓએ પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિલ્હી ગયેલા ભાજપના નેતાઓને કંઈક શીખવા ના બદલે અફવા ફેલાવવાનું શરૂ કર્યું કામ : ઈશુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*