જૂનાગઢમાં રસ્તા પર જતી મહિલાને ઈકો કારે જાણી જોઈને જોરદાર ટક્કર લગાવી, ત્યાર પછી થયું એવું કે…જુઓ લાઈવ અકસ્માતની ઘટનાનો વિડીયો….

Published on: 10:28 am, Tue, 20 September 22

મિત્રો થોડાક સમય પહેલા જૂનાગઢમાં એક ઘટના બની હતી. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો હતો. સૌપ્રથમ આ ઘટના અકસ્માત અથવા તો હિટ એન્ડ રનની લાગતી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાની ઊંડાણમાં ઉતરેલી પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે, જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.

આ કોઈ હિટ એન્ડ રનની ઘટના નથી. પરંતુ પ્લાનિંગ પૂર્વક મહિલાનો જીવ લેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ માં જોઈ શકો છો કે, કારચાલક જાણી જોઈને મહિલાને જોરદાર ટક્કર લગાવીને તેનો જીવ લે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મિત્રો આ ઘટના જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં બની હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે એક મહિલા રોડ પર ચાલીને જાય છે.

આ દરમિયાન પાછળથી પુરપાડ ઝડપે આવતી ઇકો કાર મહિલાને જોરદાર ટક્કર લગાવે છે. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ આસપાસના લોકો દ્વારા મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ તો આ ઘટના હિટ એન્ડ રનની લાગતી હતી. પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે. આ હિટ એન્ડ રનની ઘટના નથી પરંતુ ઈરાદાપૂર્વક મહિલાનો જીવ લેવામાં આવ્યો છે.

આરોપીએ જીવ લેવાની ઘટનાને અકસ્માતની ઘટનામાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે આ ઘટનાને આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ હસીનાબેન ચૌહાણ હતું. થોડાક દિવસ પહેલા જ્યારે હસીના બેન સુખનાથ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી ઇકોકારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસ કારના નંબરના આધારે કાર ચાલક સુધી પહોંચી ગઈ હતી.

હાલમાં પોલીસે કારચાલક આદિલખાનની પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃત્યુ પામેલી મહિલા આરોપીના સંબંધમાં અને વ્યવહારમાં આડી આવતી હતી. જેના કારણે આરોપી આદિલખાને મહિલાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢમાં રસ્તા પર જતી મહિલાને ઈકો કારે જાણી જોઈને જોરદાર ટક્કર લગાવી, ત્યાર પછી થયું એવું કે…જુઓ લાઈવ અકસ્માતની ઘટનાનો વિડીયો…."

Leave a comment

Your email address will not be published.


*