કાર લઈને ખરીદી કરવા જતા આર્મી જવાન અને તેની પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના એકસાથે કરુણ મૃત્યુ – 4 મહિના પહેલા લગ્ન થયા હતા….

Published on: 12:09 pm, Thu, 7 July 22

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક આર્મી જવાન અને તેની પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. બંનેના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર થતાં આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારનું બોનેટ તોડીને આર્મી જવાન અને તેની પત્નીને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. બંનેના લગ્ન ચાર મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરી મહિનામાં થયા હતા. ભરતી માહિતી અનુસાર આર્મી જવાનને તેની પત્ની કાર લઈને ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો આ ઘટના અલવરમાં બની છે.

આ ઘટના બુધવારના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ એકેડેમી સિનિયર સેકન્ડરીની સ્કૂલ બસ અને SUV કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બસ અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કાર થંગોળાઈ ગઈ હતી.

આ ઘટનામાં 22 વર્ષીય આર્મી જવાન અજય યાદવ અને 21 વર્ષીય તેમની પત્ની સોનમનું મૃત્યુ થયું હતું. પતિ-પત્ની અલવરની બેહરોર CSD કેન્ટીનમાં ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી બસ એ તેમની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર પતિ પત્ની કારમાં ફસાઈ ગયા હતા.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તે લોકોએ કારનું બોનેટ તોડીને પતિ પત્નીને કારમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અજય યાદવને મૃત જાહેર કર્યા હતા.

તેમની પત્ની સોનમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સોનમનું પણ કારણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર 20 જેટલા બાળકો સવાર હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાર લઈને ખરીદી કરવા જતા આર્મી જવાન અને તેની પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના એકસાથે કરુણ મૃત્યુ – 4 મહિના પહેલા લગ્ન થયા હતા…."

Leave a comment

Your email address will not be published.


*