પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર ટ્રક પલ્ટી ખાઇ જતા સર્જાયો અકસ્માત, ટ્રકની નીચે કારચાલક સહિત કાર દબાઈ…

Published on: 3:47 pm, Tue, 23 November 21

બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર અકસ્માત ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે પર એક ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર અનાજ થી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રકની નીચે કાર સહિત કારચાલક દબાઈ ગયા હતા.

ત્યાર બાદ પાલનપુર પોલીસ તાત્કાલિક ક્રેનની મદદથી કારચાલકને ટ્રકની નીચે થી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કારચાલકને ટૂંક સમયમાં જ જીવતો કારમાંથી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માત આજરોજ વહેલી સવારે પાલનપુર આબુ રોડ પર સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર રોડ પર અનાજની બોરીઓ થી ભરેલો ટ્રક અચાનક પલટી ખાઇ ગયો હતો ત્યારે બાજુમાં પસાર થઈ રહેલી કાર ટ્રકની નીચે દબાઇ ગઇ હતી. આ ઘટનામાં કાર ચાલક પણ ટ્રકની નીચે દબાઈ ગયો હતો. પરંતુ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ કરતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી ટ્રક અને ત્યાંથી દૂર કર્યો હતો અને કારની અંદર ફસાયેલા યુવકને મહામહેનતે બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત કયા કારણોસર થયો છે તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. આ ઉપરાંત ટ્રક કયા કારણોસર પલટી ખાઇ ગયો છે તેનું પણ કોઈ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!b

Be the first to comment on "પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર ટ્રક પલ્ટી ખાઇ જતા સર્જાયો અકસ્માત, ટ્રકની નીચે કારચાલક સહિત કાર દબાઈ…"

Leave a comment

Your email address will not be published.


*