આજકાલ સોશિયલ મીડિયાની મદદથી લોકોને સરળતાથી પ્રસિધ્ધિ મળી જાય છે પછી તે સારું કામ કરે તો પણ અને ખરાબ કામ કરે તો પણ ત્યારે પ્રેમ માટે આપણે ઘણું બધું સાંભળ્યું છે ઘણી બધી કહેવતો સાંભળવી છે કે લોકો પ્રેમમાં શું શું નથી કરતા અને સોશિયલ મીડિયાએ તો તેને ખૂબ જ આસાન બનાવી દીધું છે
અને પ્રેમ માટે લોકો પાકિસ્તાનથી ભારત અને ભારતથી પાકિસ્તાન જવા તૈયાર છે.મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં એક વૃદ્ધે ખુદ પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કરીને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધા છે. આ લગ્નમાં વરરાજાની ઉંમર 80 વર્ષ છે
જ્યારે દુલ્હનની ઉંમર 34 વર્ષ છે. બંનેની લવ સ્ટોરી પણ સોશિયલ મીડિયા દ્વારા જ શરૂ થઈ હતી.સુસ્નેર નજીક મગરીયા ગામના રહેવાસી બાલુરામ બાગરી તેમની ઉંમર 80 વર્ષ છે અને મહારાષ્ટ્રના અમરાવતી ની રહેવાસી શીલા ઇંગ્લે જેની ઉંમર 34 વર્ષની છે બંને કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી લીધા છે.
આ અવસર પર મહિલાને વૃદ્ધના સગા સંબંધીઓ પણ પહોંચ્યા હતા અને લગ્ન માટે કાયદેસરની કાર્યવાહી પૂરી કર્યા બાદ આ કપલ હનુમાન મંદિરમાં એકબીજાને વળમાળા પહેરાવીને હિન્દુ રીતે રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment